Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદસમગ્ર ગુજરાતની સાથે દાહોદમાં પણ કોંગ્રેસના સુપડા સાફ

સમગ્ર ગુજરાતની સાથે દાહોદમાં પણ કોંગ્રેસના સુપડા સાફ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

28 મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે દાહોદ નગર પાલિકાની ચૂંટણીમાં 58% મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ EVM માં સીલ થયા હતા. અને આજે તા.૦૨/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ જ્યારે મત ગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી જ વાતાવરણ પણ ભગવામયી બની ગયુ હતું અને સમગ્ર જિલ્લામાં ભગવો લહેરાયો હતો.

 THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

આજે તા.૦૨/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ વહેલી સવારે દાહોદ પ્રાંત અધિકારીની દેખરેખમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. અને તેમાંથી પહેલાં બેલેટ પેપરની પેટી મત ગણતરી કેન્દ્ર ઉપર લાવામાં આવી હતી. અને ત્યાર બાદ સ્ટ્રોંગ રૂમમાંથી વૉર્ડ પ્રમાણે EVM મશીન લાવવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વોર્ડ નં. 1 ની ગણતરી થઈ હતી જેમાં ભાજપના 3 અને કોંગ્રેસનો એક ઉમેદવાર જીત્યો હતો. ત્યારપછી વોર્ડ નં. 2 માં ભાજપની આખી પેનલ જીતી હતી. અને વોર્ડ નં. 3ની ગણતરી થતા કોંગ્રેસની પેનલ જીતી હતી. અને તે કદાચ છેલ્લો વોર્ડ હતો જેમાં કોંગ્રેસ જીતી હતી. ત્યાર પછીના તમામ વોર્ડ નં. 4 થી વોર્ડ નં. 9 માં ભાજપની જ બધી પેનલો જીતી હતી. આમ દાહોદ નગર પાલિકાના 9 વોર્ડમાંની કુલ 36 બેઠકમાંથી BJP એ 31 સીટો જીતી હતી અને કોંગ્રેસ માત્ર 5 સીટો પર સીમટી ગઈ હતી. જે ગત વખતની સરખામણીમાં 8 સીટો કોંગ્રેસ પોતાની હતી તે ગુમાવી હતી અને 1 અપક્ષ હતી આમ ભાજપે પાલિકામાં આ વખતે કુલ 9 સીટો થી ગેઇન કરી 36 માંથી 31 સીટો જીતી જંગી બહુમતી મેળવી હતી.

વોર્ડ નંબર 7 માં લોકોએ શ્રદ્ધા ભડંગ ને ભારી બહુમતિ થી વિજય બનાવી દાહોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ નલિનકાંત મોઢિયા (મામા) ને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. ખરેખર નેતા અને તેમના પુત્ર કે પુત્રી આવી રીતે ભવ્ય રીતે જીતે તેવું પણ ભાગ્યે જ બનતું હોય છે.

જ્યારે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ 238 બેઠાકોમાંથી 05 બેઠક ઉપર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા બાકી બચી 235 બેઠકોમાંથી 194 બેઠક ઉપર BJP ના ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે 29 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા અને 10 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા હતા. આમ સમગ્ર જિલ્લામાં BJP ની સુનામી ચાલી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા અને સમગ્ર જિલ્લો ભાજપમયી બની ભગવો લહેરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments