THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા ભાજપે 286થી વધુ મિટિંગ કરી કાર્યક્રમ સફળ કરવા કમર કસી.
સ્માર્ટસીટીની ભેટ ધરનાર, વિશ્વનેતા, દાહોદવાસીઓના હ્રદય સમ્રાટ એવા દેશના પ્રધાનસેવક આગામી તારીખ ૨૦મી એપ્રીલના રોજ આદિવાસી સંમેલનમાં પધારી રહ્યા છે. આ તબ્બકે પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના કરકમળો દ્વારા દાહોદ શહેર સહિત જીલ્લાના અનેક સ્માર્ટસીટીને લગતા પ્રોજેક્ટો, સરકારી યોજનાઓ તથા કેટલાક ભાવિ પ્રોજેક્ટ અને ભવનોના લોકાર્પણ, ખાતમુહર્ત પણ થનાર છે, ત્યારે દાહોદની નરેન્દ્ર મોદીની મુલાકાત અનેક ગણૂ મહત્વ ધરાવે છે.
દાહોદ અને દાહોદવાસીઓ અનેરો અને અંગત ધરોબો ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રથમ મુલાકાત હોઈને લોકોમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઈની દાહોદ મુલાકાતને અભુતપુર્વ રીતે યાદગાર બનાવવાના અને દાહોદને ઘણું ઘણું આપનારનો ઋણ સ્વિકાર કરવાની ભાવના સાથે દાહોદ ભાજપાનો નાનામાં નાના કાર્યકર્તાથી લઈને પ્રથમ હરોળના પદાધિકારીઓ અગ્રણીઓ સહિતના કાર્યકર્તાઓ ભાજપા જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર અને સાંસદ જશવંતસિંહ ભાભોરની સુચના અને માર્ગદર્શન સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.
દેશના વડાપ્રધાન બન્યા પછી અધિકારીક રીતે દાહોદ ખાતે પ્રથમવાર નરેન્દ્ર મોદી પધારી રહ્યા હોઈને સંગઠનના તમામ મોરચાના કાર્યકર્તાઓએ બેઠકોનો દોર શરૂ કરી દાહોદ ખાતેના કાર્યક્રમમાં સામેલ થવા જાગૃત કરી વધુને વધુ જનમેદની સમક્ષ સરકારની અને ઋણ સ્વિકાર કરવા કાર્યક્રમમાં પધારવા વિનંતી કરી રહ્યા છે.
ભાજપા સંગઠનના કાર્યકર્તાઓ સ્વયં નગરને શણગારવા જોતરાઈ ગયા છે.ત્યારે જીલ્લા પ્રમુખના આહવાને સૌ કાર્યકર્તાઓ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને શહેર જીલ્લામાં એક અનેરો માહોલ ઉભો કર્યો છે.