Thursday, April 17, 2025
Google search engine
HomeDahod - દાહોદસમગ્ર દાહોદ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ધોરણ - ૧૦ અને ધોરણ -...

સમગ્ર દાહોદ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને બહાર પાડ્યું જાહેરનામું

 THIS NEWS IS SPONSORED BY –– RQHUL HONDA 

  • પરીક્ષા દિવસે ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહી.
  • પરીક્ષા સમય દરમીયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડવા નહી કે વગાડવા માટે મંજુરી આપી શકાશે નહી.

દાહોદ જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષા તા. ૦૫-૦૩-૨૦૨૦ થી તા. ૨૧-૦૩-૨૦૨૦ દરમ્યાન જુદા જુદા કેન્દ્રો ખાતે યોજાશે. આ પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.જે.દવે દ્વારા તા.૨૪-૦૨-૨૦૨૦ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પરીક્ષાનું સંચાલન યોગ્ય રીતે થાય, ગેરરીતિ અટકે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે જાહેર હિતમાં જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા સ્થળની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમીયાન કે પરીક્ષાના એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયાના ૧ કલાક સુધી આવ-જા પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમ તા. ૦૫-૦૩-૨૦૨૦ થી તા. ૨૧-૦૩-૨૦૨૦ દરમિયાન અમલમાં રહે તે રીતે બહાર પાડયો છે. પરીક્ષા દરમિયાન અને પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ તથા પરીક્ષા પૂરી થવાના ૧ કલાક પછીના સમય અથવા પરીક્ષા સાથે સંકળાયેલ સંપૂર્ણ સ્ટાફ રવાના થઇ જાય તે બેમાંથી જે મોડું હોય ત્યાં સુધી, પરીક્ષાર્થીઓ, અવારનવાર મંડળ તરફથી આવતા સ્કવોર્ડના સભ્યો, ફરજ પરના અધિકારીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ સિવાયના બિનઅધિકૃત વ્યક્તિઓએ એકત્ર થવું નહી. પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલની બહાર સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવામાં આવશે. પરીક્ષા સ્થળે ઊભું રહી શકાશે નહી તથા પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલમાં કોઇએ પણ તા. ૦૫/૦૩/૨૦૨૦ થી તા. ૨૧/૦૩/૨૦૨૦ સુધી સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૧૯.૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહી. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રની મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહી અથવા એકઠા થઇ શકાશે નહી. પરીક્ષા સમય દરમીયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડવા નહી કે વગાડવા માટે મંજુરી આપી શકાશે નહી.
આ જાહેરનામું તા. ૦૫/૦૩/૨૦૨૦ થી તા. ૨૧/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લધન કરનાર ઇસમ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments