દાહોદ જિલ્લાનાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લોકો સાથે મળીને હોળી ની ઉજવણી કરી હતી અને લોકોના જીવનમાં પણ રંગબેરંગી રંગો ની જેમ ખુશીઓ સદા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદમાં આ વખતે ઠેર ઠેર ઈકોફ્રેન્ડલી હોળી થી હોળીની ઉજવણી કરવામાં આવી.
દાહોદમાં મુખ્ય હોળી દાહોદના ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવી હતી અને આ વર્ષે હોળીમાં યજમાન તરીકે માળી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. દાહોદમાં હોળીની ગોઠ ખૂબ થતી હોય છે ને લોકો પોતપોતાના વિસ્તારોમાં હોળી પ્રગટ્યા પછી ગુલાલ અને વિવિધ રંગો થી હોળી રમી ની ગોઠ કરે છે.