વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ.
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭/૦૯/૨૦૧૮ને સોમવારના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેડિકલ કેમ્પમાં ૨૩૧ દર્દીઓની નિષ્ણાંત તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દવા, સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. ૯૯ દર્દીઓની લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી તથા ૨૮ દર્દીઓની ઇ.સી.જી. તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે સા.આ.કેન્દ્રના અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, ડો.જીનલ શાહ, ડો.જેની શાહ, મેડિકલ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલા, ડો.ધનશ્રી ઝવેરી, ડો.ઉમાદેવી ગોહીલ, ડો.પ્રશાંત પુજારા, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સુપરવાઇઝર કે.એમ. મકવાણા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
વિરમગામ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ફ્રુટ વિતરણ કાર્યક્રમ નુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામમાં દર્દીઓ તથા બાળ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટ વિતરણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ રીનાબેન પંડ્યા, કાન્તિભાઇ પટેલ, દિલીપભાઇ ધાધલ, કિરીટસિંહ ગોહીલ, નરેશભાઇ શાહ, નવદિપભાઇ ડોડીયા, મહેશભાઇ પરમાર સહિતના ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા પદાધીકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.