વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
129

 

આજ રોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા સિવિલ હોસ્પિટલોમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉપલક્ષમાં આજરોજ ગરબાડાના નવાફળીયા મુકામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દર્દીઓને ફળ તથા બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં કુલ 349 દર્દીઓને રોગનું નિદાન કરી જરૂરી દવા સારવાર આપવામાં આવી હતી તથા 20 ગર્ભવતી મહિલાઓનું ચેકઅપ કરી સારવાર આપવામાં આવી હતી તથા 03 મહિલાઓને વધુ સારવાર માટે દાહોદ રિફર કરવામાં આવી હતી તથા 167 લેબ ટેસ્ટ તથા 40 NCD સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસના ઉપલક્ષમાં રાખવામાં આવેલ મફત નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here