દિલ્હી (NCR) ગ્રેટર નોઈડા થી ઝીરો બજેટ સાથે સાયકલ પ્રવાસ થકી લોકોમાં સામાજિક જાગૃતતા જગાડવા રુપેશકુમાર રાય કે જેઓ બકરીછાપ એગ્રો ટુરીઝમ તથા પ્રાકૃતિક ઉત્પાદન નામની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર બહુચર્ચીત કંપનીના સ્થાપક છે અને તેઓ એકલા 12,000 કીમી. ની યાત્રાની શરુઆત 18મી ફેબ્રુઆરી થી શરુ કરી હતી. અને તેઓ 12 મહીનાની આ યાત્રામાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ફરતાં ફરતાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઇગોવા, કર્ણાટક થઈને તમિલનાડુમાં યાત્રા પૂર્ણ કરશે.
તેઓએ કહ્યું કે હું અહીં સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું કોઈપણ રાજકીય પક્ષ, સરકારી સંસ્થા કે કોઈપણ NGO સાથે જોડાયેલો નથી. અને મારું આ મીશન સંપૂર્ણપણે એક વ્યક્તિગત મીશન જ છે. આ અભિયાન અંતર્ગત મારા રસ્તામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ તથા 120 ગ્રામપંચાયતોમાં પીપળો અને વડના વૃક્ષ સાથે કુદરતનો રખેવાળ પણ નિયુક્ત કરી રહ્યો છું, જેનું કામ દર 15 દિવસે આ વાવેલા વૃક્ષોની સ્થિતિ અંગે સોશીયલ મીડીયા દ્વારા જાણકારી આપતા રહેવાનું છે, જે રખેવાળો જે ગુણાંકમાં પાણી, જંગલ, જમીન, જૈવવૈવિધ્ય તથા તેની (સંસ્કૃતિક) જાળવણી લગાતાર ત્રણ વર્ષ સુધી કરવામાં સફળ રહેશે તેવા રખેવાળોને રોજગારીની વિવિધ તકોની સાથે સાથે વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ વિગેરે માટે સહાયતા કરવામાં આવશે. આ યાત્રા માર્ગ પર નિર્દિષ્ટ કરેલ ગ્રામ પંચાયત ઉપરાંત અન્ય કોઈપણ ગ્રામ પંચાયત જો મને તેમની ગામની ચર્ચા માટે નિમંત્રણ આપે તો તે ગ્રામપંચાયતમાં જઈને મારી વાત રજુ કરતાં મને ખૂબ જ આનંદ થશે. અને તેઓએ એક ચિઠ્ઠીમાં એક બીજ મુકેલ છે જે આ બીજને તમારી પાસે રાખો અને તેને જમીનમાં વાવી દો, સમયજતાં તેમાંથી વૃક્ષ બનશે – જે તમારા અને મારા સંબંધનું પ્રતિક લેખાશે.
આ સાયકલ યાત્રી રૂપેશકુમાર રાયનું દાહોદ આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ અને રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદનાં પ્રમુખ હીરાલાલ સોલંકી અને સેક્રેટરી હુસૈન મુલ્લાં મીઠા કોષાધ્યક્ષ રતનસિંહ બામણિયા, મથુરભાઈ રાઠોડ, દિનેશભાઈ, રામસિંહભાઈ પટેલીયા, નિલેશભાઈ નાયટા, જીતેનસિંઘ ઠાકુર, પ્રદીપ રાઠોડ, કાળુભાઈ નીનામા, શૈલેષ નિનામા ઉપસ્થિત રહ્યાં હતાં. અને તેઓએ પીપળા અને વડનાં વૃક્ષ છાપરી ગ્રામ પંચાયતોમાં લગાવી, ઉપયોગી માહિતી ગ્રામજનોને જણાવી હતી.