THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સમગ્ર ભારત દેશમાં આજે જ્યારે ૧૦૦ શહેરો સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યા છે ત્યારે દાહોદ એક માત્ર નગર પાલિકા છે જેને આ સ્માર્ટ સિટીમાં સામેલ કરેલ છે. દાહોદ શહેરમાં દરેક ચાર રસ્તા, વળાંક કે ક્રોસિંગ ઉપર CCTV ગોઠવાઈ ગયા છે. ત્યારે તા.૧૯/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ એક રીક્ષા ચાલક કામલકુમાર છોટાલાલ વણઝારા રહે. પ્રસારણ નગર, જૈન મંદિરની સામે દાહોદ ને રિક્ષાના આગળના ભાગમાં ડ્રાઇવર પાસે વ્યક્તિને બેસાડતા ₹.500/- દંડનો ઈ-મેમો તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યારે બીજી બાજુ મુકેશકુમાર સમશુંભાઈ કિશોરી તેમના દ્વિ-ચક્રીય (બાઇક) પર પોતેે અન્ય 2 વ્યક્તિને બેસાડીને ટ્રી્પલ સવારી લઇ જઈ રહ્યા હતા તેવામાં CCTV માં કેદ થઈ જતા તેમને પણ ઈ-મેમો દ્વારા ₹.100/- નો દંડ થયો છે.
આમ દાહોદ નગરમાં હવે દરેક ચાર રસ્તા, વળાંક કે ક્રોસિંગ પર કે રસ્તામાં ગમે ત્યાંથી વાહન ચલાવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો આપને કોઈ દેખે ન દેખે આપ CCTV કેમેરામાં કેદ થઈ જશો.
દરેક દાહોદ વાસીએ ટ્રાફિકનું ઉલ્લંઘન ન કરતા દરેક સિગ્નલનું ધ્યાન રાખવું, ટ્રીપલ સવારી બાઇક કે અન્ય વાહન ન ચલાવવું, રિક્ષામાં આગળ ડ્રાઇવર સીટ પર ન બેસાડવા, દરેક માતા પિતાએ પોતાના 18 વર્ષથી નીચેના બાળક કે જેમની પાસે વાહન ચલાવવાનું લાઈસન્સ ન હોય તેવા દરેક વ્યક્તિએ ધ્યાન ખાસ ધ્યાન રાખવું. નહીં તો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાબતે ઈ-મેમો આપને ત્યાં પણ દંડ લઈને આવી શકે છે. માટે દરેક દાહોદવાસીઓ હવે સાવધાન થઈ ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખીને પાલન કરીએ તો ખરેખર દાહોદ શહેરને સ્માર્ટ સીટી તરીકે સાર્થક કરી શકીશું.