Friday, November 22, 2024
Google search engine
HomeBig Breakingસાવધાન : વોટ્સએપ ઉપર વીજળી બિલ ભરેલ નથી તેવા મેસેજ થી ચેતજો

સાવધાન : વોટ્સએપ ઉપર વીજળી બિલ ભરેલ નથી તેવા મેસેજ થી ચેતજો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

હાલ સમગ્ર દેશમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ વધુ ને વધુ થવાં લાગ્યો છે. તેની સાથે સાથે સાયબર ક્રાઈમ પણ વધી ગયા છે. અને લોકો જે પણ કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તેમને ચેતવું જોઈએ. કારણકે હવે લોકો અવનવી રીતે તમારા વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ના માધ્યમ થી આપને બ્લેક મેલ કરી શકે છે. આવા મેસેજ ઘણા લોકોને આવે છે તેમાંથી અમુક લોકો દ્વારા અમારી પાસે રજુઆત કરવામાં આવી કે તેમને વોટ્સઅપ ઉપર बिजली बिल” – View & Pay Electricity Bill નાં DP અને મોબાઈલ નંબર – +91 62969 58493 ઉપરથી એક મેસેજ આવેલ કે પ્રિય ઉપભોક્તા, આજે રાત્રે 9.30 વાગે તમારું (ઈલેક્ટ્રીસીટી) પાવર ડિસ્કનેક્ટ થઈ જશે તમારું પાછલા મહિનાનું બિલ છે. અપડેટ થયેલ નથી, કૃપા કરીને ગ્રાહક સંભાળ સપોર્ટ 9883156898 નો સંપર્ક કરો. ત્યારે અમે MGVCL ની ઓફીસ માં જઈને તપાસ કરી અને ત્યાંના કર્મચારી અને અધિકારીઓ જોડે આ વિષયના સંદર્ભમાં ચર્ચા કરીને કહ્યું કે આવા કોઈ મેસેજ તમારા તરફ થી વીજ ગ્રાહકોને મોકલવામા આવે છે તો તેઓએ કહ્યું કે આવા કોઈ મેસેજ અમે વોટ્સએપ ઉપર મોકલતા નથી. આવા મેસેજ અને આવા નંબર ઉપરથી આવતા મેસેજ ફ્રોડ છે. 👉 👉

તો આપ સૌને NewsTok24 પરિવાર NewsTok24.com નાં માધ્યમથી સાવધાન કરી અને ચેતવીએ છે કે આપને આવો કોઈ પણ મેસેજ વોટ્સએપના માધ્યમ થી કે અન્ય કોઈ રીતે અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી ભાષામાં આવે તો તેમાં આપેલ નંબર પર ડાયલ કરવા માત્રથી આપની પર્સનલ માહિતી અને સોશિયલ મીડિયાની માહિતી તેઓની પાસે પહોંચી જાય છે. અને આવા જે ફ્રોડ કરનાર લોકો છે તે માહિતીનો ઉપયોગ કરી તમને હેરાન કે પ્રતાડિત કરી શકે છે.

હાલમાં આવા કિસ્સાઓ દાહોદમાં છેલ્લા બે મહિનામાં ઘણા બધા બન્યા છે અને તેમની રજૂઆતો અમારી પાસે આવી છે માટે અમે જાહેર ચેતવણી રૂપે અને માર્ગદર્શન રૂપે અને લોકો આવા મેસેજોને લીધે લોકો ઠગાય નહિ અને આવાં ખોટા ફ્રોડ મેસેજના શિકાર ન બને તે માટે આ સમાચાર બનાવ્યાં છે. જેથી સમાજમાં જાગૃકતા આવે તે માટે આ સમાચાર વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો. તો મિત્રો ફરીથી એક વાર આપને NewsTok24 પરિવાર સાવધાન રહી જાગૃત રહેવા જણાવે છે અને આવા કોઈપણ મેસેજ આવે તો જે તે કચેરીની મુખ્ય ઓફિસ ઉપર જઈને ત્યાંના અધિકારીનો સંપર્ક કરશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments