Monday, January 27, 2025
Google search engine
HomeViramgam - વિરમગામસુરેન્દ્રનગર ખાતે ભારતની આંતરીક સમસ્યાઓ અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન...

સુરેન્દ્રનગર ખાતે ભારતની આંતરીક સમસ્યાઓ અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજાશે

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

ગુજરાત કલ્યાણ પરીષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર  એક અખબારી  યાદી જણાવે છે કે વર્તમાન સમયમાં આપણો દેશ ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે ત્યારે દેશના સૌ નગરિકોએ મળીને એ વિષય પર ચિંતન કરવાની જરુર છે.  આ વિષય પર એક જાહેર કાર્યક્રમનુ આયોજન સુરેન્દ્રનગર શહેરના શ્રી સી. યુ. શાહ મેડીકલ હોલ ખાતે તારીખ 09/02/2018 ને શુક્રવારે રાત્રે 9:00 વાગ્યે કરેલ છે. આ વિષય પર શ્રી મધુભાઇ કુલકર્ણી  પોતાના વિચારો રજુ કરશે. શ્રી મધુભાઇ કુલકર્ણી  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અખિલ ભારતીય બૌધિક પ્રમુખ રહી ચુક્યા છે. હાલ મા તેઓ સંઘની રાષ્ટ્રિય કારોબારી ના સદસ્ય છે. આ કાર્યક્રમમા શહેરના નામાંકીત નાગરિકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર શહેરના સૌ નાગરિકો ને પણ આ પ્રવચન નો લાભ લેવા આમંત્રણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments