સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષના ભાગ રૂપે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા દાહોદના છાપરી ગામે યોજાઇ વિશાળ જનસભા જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા અને રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર રહ્યા ઉપસ્થિત.
તારીખ 30 મે, 2023 નાં રોજ દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના ૯ (નવ) વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે 30 મે થી 30 જૂન સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા, મંડળ, શક્તિ કેન્દ્ર અને બુથ ઉપર આયોજિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને પ્રદેશ ની યોજના ના ભાગ રૂપે દાહોદમાં લોકસભા સ્તરની એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ પ્રભાવી વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે દાહોદ લોકસભામાં આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી દાહોદ જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય, રેલ્વે ઓવર બ્રિજ, અંડર બ્રિજ, 9000Hp નું ઇલેક્ટ્રિક લોકો, દાહોદ ઇન્દોર રેલ્વે લાઈન આ તમામ મળી રેલ્વેમાં ₹ 28,897 (અઠ્ઠાવીસ હજાર આઠસો સત્તાણું કરોડ રૂપિયા દાહોદના વિકાસ માટે ફાળવ્યા છે. કુબેર ડિંડોર એ હતું કે ગોવિંદ ગુરુએ કહ્યું હતું કે દેશમાં રાજ કરવા એક બાવો આવશે ત્યારે વાલ્મીકિ કુળનો વિકાસ થશે, પ્રગતિ થશે. આ વર્ષો પહેલા કહ્યું હતું અને આજે આપણે આ બાવાના રૂપે નરેન્દ્રભાઇ મોદી મળ્યા છે જેના કારણે આપણા વાલ્મીકિ સમાજ એ વિકાસની હરણફાળ ભરી છે .આ પ્રસંગે ગુજરાત ના રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ ગુજરાત સરકારની યોજનાઓ ની ઝાંખી કરાવી હતી . આ વિશાળ જન સભાને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં જિલ્લાનાં કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલ પાંખનાં સભ્યો, શક્તિ કેન્દ્રનાં સંયોજક, સહ સંયોજક અને પ્રભારી, બુથ સમિતિનાં પ્રમુખ, સભ્યો અને પેજ સમિતીનાં પ્રમુખ,સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા.