દાહોદ શહેરના હાર્દ સમા ગોદી રોડ પર આવેલી સેંટ મેરીસ સ્કૂલના ધોરણ ૪ અને ૫ ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ શાળા કક્ષાએ થી પ્રવાસમાં આજે મુંબઈ પાસે આવેલા એડલેબના ઈમેજિકા થીમપાર્ક જવા રવાના થયા. આ પ્રવાસમાં શાળાના પુરુષ શિક્ષકોમાં ઉજ્વલસર, મેન્યુઅલસર, મૌરીસસર, ગૌરવસર, વિવેકસર અને વિજયસર તેમજ મહિલા શિક્ષિકાઓમાં અનિતામેડમ, ગુંજનમેડમ, અંજનામેડમ આમ કુલ ૦૬ સર અને ૦૩ મેડમ મળી ૦૯ શિક્ષકોની સાથે કુલ ૧૧૭ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આજે તારીખ ૨૪/૦૧/૨૦૧૬ ના રવિવાર ના રોજ રાત્રિના ૦૯:૩૦ કલાકે અવંતિકા એક્ષપ્રેસ ટ્રેનમાં દાહોદ થી મુંબઈ જવા રવાના થયા હતા.
આ બધા જ વિદ્યાર્થીઓને દાહોદના રેલ્વે સ્ટેશન પર મૂકવા તેમના વાલી આવ્યા હતા. આ પ્રવાસનું આયોજન આજથી લગભગ ૩ મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. આ બધા જ વિદ્યાર્થીઓ કાલે વહેલી સવારમાં મુંબઈના સેન્ટ્રલ સ્ટેશન પર ઉતરશે અને ત્યાંથી ૩ બસ દ્વારા ૨ કલાકની મુસાફરી કરી એડલેબના ઈમેજિકા થીમપાર્ક પહોચશે. અને આખો દિવસ ત્યાં મોજ મઝા કરી રાત્રિના મુંબઈ પરત ફરી બાંદ્રા સ્ટેશનથી અવધ એક્ષપ્રેસ ટ્રેનમાં બેસીને તા. ૨૬મી જાન્યુઆરી ના રોજ સવારમાં ૦૭:૪૫ કલાકે દાહોદ પરત ફરશે.