“સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં મહિલા ટીમમાં ફતેપુરા અને પુરૂષ ટીમમાં દેવગઢ બારીયા ઇલેવનનો ભવ્ય વિજય
“સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ એમ્પ્લોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાની કુલ ૧૬ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમા ફાઇનલ મેચને ખુલ્લી મુકતા દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા જીલ્લા રક્તપિત્ત અઘિકારી ડો. આર.ડી. પહાડીયા , જીલ્લા RCHO અઘિકારી ડૉ ઉદય ટીલાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડી ઓને પ્રોત્સહન આપ્યું હતું.
પ્રથમ ફાઇનલ મેચ મહિલાઓની જેમાં દાહોદ અને ફતેપુરા વચ્ચે રમાઇ. જેમાં દાહોદની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી. જેમાં ફતેપુરાની ટીમે 10 ઓવર ની અંદર 78 રન 2 વિકેટે બનાવ્યા હતા જેના જવાબમાં દાહોદ ની ટીમે 48 રન 8 વિકેટ ગુમાવી બનાવ્યા આ મેચ ફતેપુરાએ 30 રન થી જીતી લીધી, મહિલા ટીમના કેપ્ટન ડૉ અનિતા ઉમાને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવી,
જયારે પુરૂષની ફાઇનલ મેચ દેવગઢ બારીયા ઇલેવન અને લીમખેડા ઇલેવન વચ્ચે રમાઇ જેમા દેવગઢ બારીયા ઇલેવન ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી જેમાં લીમખેડા પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવર માં 91 રન 9 વિકેટના નુકસાન પર બનાવ્યાં. જેના જવાબમા દેવગઢ બારીયા ઇલેવન 93 રન 2 વિકેટ ગુમાવીને બનાવ્યા આ મેચ દેવગઢ બારીયા ઇલેવન ટીમ 8 વિકેટે વિજેતા બની હતી. આ ફાઇનલ મેચમાં “સ્પર્શ” મેન ઓફ ધ મેચ ડો. અમિત મછાર ખૂબજ સરસ બેટિંગ કરવા બદલ “સ્પર્શ” મેન ઓફ ધી સીરીઝ ડૉ અશોક કુંડળ., “સ્પર્શ”બેસ્ટ બેટ્સમેન ડૉ અશોક કુંડળ, “સ્પર્શ”બેસ્ટ બોલર કીર્તન બારીયા ને એવોર્ડનું વિતરણ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિજેતા ટીમના દરેક ખેલાડીઓને “સ્પર્શ” ગોલ્ડન મેડલ અને રનર અપ ટીમના ખેલાડીઓને “સ્પર્શ” સિલ્વર મેડલ પહેરાવવામાં આવ્યા હતા. વિજેતા ટીમનાં કેપ્ટન ડૉ કલ્પેશ બારીયાને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યા અને રનર અપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી, “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન ને સફળ બનાવવા બદલ કમિટીના તમામ સભ્યોનો અમ્પાયર મિત્રો તથા સ્કોરરનો જીલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ આર.ડી. પહાડીયા દ્વારા શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.