Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદસ્વાતંત્ર સેનાની અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે તેમના જીવનકવન...

સ્વાતંત્ર સેનાની અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે તેમના જીવનકવન આધારીત જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે : આગામી તા. ૫ જાન્યુઆરી સુધી ભાગ લઇ શકાશે

 સ્વાતંત્ર સેનાની અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે તેઓના જીવન કવન પર આધારિત નિબંધ, ચિત્ર તથા વકૃત્વ સ્પર્ધાનું બે વિભાગમાં આયોજન કરાયું છે. જેમાં ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમાં આવશે. નિબંધ તથા વકૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનું જીવનકવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ પછીથી જાહેર કરાશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ સ્પર્ધામાં અરજી કરવા માટે સાદા કાગળમાં સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનું નામ, સ્પર્ધકનો વિભાગ, સ્કૂલ/કોલેજનું નામ અને સરનામું, વગેરે વિગતો લખી સ્પર્ધકનું આધાર કાર્ડ સાથે જોડી તા.૦૫/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારની કચેરીના E-mail ID [email protected] પર મોકલી આપવાનું રહેશે.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી દાહોદ દ્વારા આ સ્પર્ધા યોજાવાની છે. તેમ જિલ્લા રમતગમત અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments