PRAVIN PARMAR – DAHOD
સમગ્ર ભારતની જેમ દાહોદમાં પણ આજ રોજ સ્ટેશન રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતેના સ્વામી વિવેકનંદની જન્મજયંતી નિમિત્તે તેમના બાવલા પર ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૨/૦૧/૨૦૧૮ શુક્રવારના રોજ સ્ટેશન રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સવારના આશરે ૦૯:૩૦ કલાકે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઇ પટેલ, દાહોદ તાલુકાનાં ધારાસભ્ય વજેસિંહ પણદા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દાહોદ શહેર ભાજપના પ્રવાસન નિગમના ડાયરેક્ટર સુભીરભાઈ લાલપુરવાલા, દાહોદ નગરપાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ચીફ ઓફિસર પી.જી.રાયચંદાની, નગરપાલિકા ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, ભાજપ યોવા મોરચાના કાર્યકર્તાઓ, કાઉન્સીલરો તેમજ દાહોદ નગર પાલિકાના સ્ટાફના માણસો તમામ દાહોદ વિવેકાનંદ સર્કલ પર ભેગા થયા હતા અને પહેલા પક્ષના નેતા વિનોદ રાજગોર દ્વારા સ્વામી વિવેકનંદની પ્રતિમાને કેશરી સાફો પહેરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રવાસન નિગમના ડાયરેક્ટર સુધીર લાલપુરવાલા, પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, ભાજપ યોવા મોરચાના કાર્યકર્તાઓ, કાઉન્સીલરો દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.