Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદસ્વ. અરવિંદભાઇ મેડાનું અકાળે અવસાન થતા તેઓની યાદમાં આદિજાતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ...

સ્વ. અરવિંદભાઇ મેડાનું અકાળે અવસાન થતા તેઓની યાદમાં આદિજાતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો

સ્વ અરવિંદભાઇ મેડાનું અકાળે અવસાન થયું હોવાથી તેઓની યાદમાં આદિ જાતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંચનાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતનું ગાન કરવામાં આવ્યું. તેમજ 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું.

લાઇબ્રેરીના વિદ્યાર્થીઓએ તેમજ કર્મચારીઓએ સ્વ. અરવિંદભાઇના પરિવારને 48 હજારની રોકડ રકમ આપીને સાચી શ્રદ્ધાંજલિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. સ્વ અરવિંદભાઈ દાહોદ લાઇબ્રેરીમાં તૈયારી કરવા આવતા હતા, પરિવાર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ તેઓ ફોરેસ્ટ જેવી પરીક્ષામાં પાસ થયેલ હતા.

આ કાર્યક્રમમાં આદિજાતિ ભવન ખાતે વાંચીને પાસ થનાર 10 થી વધુ સરકારી કર્મચારીઓ જે હાલ PSI, Police, Clark, Gram Sevak, Computer Operator તેમજ અન્ય પોસ્ટ પર ફરજ બજાવે છે, તેઓએ પણ પોતાના મિત્રના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments