આગામી સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગષ્ટની ઉજવણી અંતર્ગત દેશભરમા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઇ રહી છે, ત્યારે દાહોદ જિલ્લો પણ રાષ્ટ્રભકિતના રંગમાં રંગાયો છે. સમગ્ર રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના જુનાપાણી ખાતે ગ્રામજનોએ કરાયેલી રેલી સમગ્ર ગામમાં ફરી હતી. જેમાં ગ્રામજનો સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓની તિરંગા યાત્રામાં સહભાગિતા જોવા મળી હતી.
હર ઘર તિરંગા અભિયાનમાં સૌ તિરંગોની મહત્વતા અને દેશના શૂરવીરોના બલિદાન સમજે અને પોતાના કર્તવ્ય અમે નિષ્ઠા પ્રત્યે તેઓ વધુ સજાગ થાય તે હેતુથી તાલુકાના ગામો સહિત શાળાઓમા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.