THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દવાખાને ધક્કો ખાવાની જરૂર નથી, ઇ-સંજીવની એપ દ્વારા ઘર બેઠા જ તબીબોનું માર્ગદર્શન અને સલાહ મેળવો.
નિષ્ણાંત ડોક્ટરની એ પણ જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટની ઘરેબેઠા જ કન્સલન્ટસી નિ:શુલ્ક મળી રહે તે શક્ય છે ? હા. ભારત સરકારે ઇ-સંજીવની-સેફ હોમ ઓપીડી એપ દ્વારા આ વાત શક્ય કરી છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે ઘરે રહેવું જ મોટી સુરક્ષા છે ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એપ થકી રૂબરૂ દવાખાને જઇ ડોક્ટરની સલાહ લેવાની જરૂર નથી. ઘરે બેઠા જ નિષ્ણાંતોનો લાભ લઇ દવા મેળવી શકાય છે. ડોક્ટરની સલાહ બાદ ઇ-પ્રિસ્ક્રિપ્શન તુરત મોબાઇલમાં આવશે. જે દવાની દુકાને માન્ય ગણાશે.
આ સેવાનો લાભ મેળવવા માટે કોઇ પણ એન્ડ્રોઇડ મોબાઇલ પર E-Sanjivani OPD એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ પ્રથમ OTP (ઓટીપી) દ્વારા મોબાઇલ વેરીફાઇ કરવાનો રહેશે. ત્યાર બાદ પેશન્ટ રજીસ્ટેશન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઇ હેલ્થ રેકોર્ડસ હોય તો તે અપલોડ કરવાનો રહેશે. પેશન્ટ આઇડી અને ટોકન SMS દ્વારા મળશે.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
હવે મોબાઇલ નંબર અને ટોકનની મદદથી Login થવાનું રહેશે. ત્યાર બાદ વર્ચ્યુઅલ વેઇટીંગ રૂમમાં તમે પ્રવેશસો. જેમાં તમે લાઇનમાં કેટલામાં નંબરે છો તે બતાવાશે. તમારો નંબર આવતા જ Call Now બટન એક્ટીવેટ થશે. જે દબાવવાથી વીડિયો કોલ શરૂ થશે. ડોક્ટર તમારી મોબાઇલની સ્ક્રિન ઉપર ઉપસ્થિત થશે અને તમે ડોક્ટરનું સલાહ-માર્ગદર્શન સીધું જ કોલિગ દ્વારા મેળવી શકશો. કોલ બાદ તુરત જ ઇ-પ્રિસ્ક્રિપ્શન મોબાઇલમાં આવી જશે. જે દવાની દુકાનો પર માન્ય ગણાશે.
CLEAN YOUR HAND EVERY TIME WITH OXI9 HAND SANITIZER
આ રીતે સરળતાથી કોઇ પણ નાગરિક નિષ્ણાંત ડોક્ટરની કન્સલટન્સી મેળવી શકશે. આ એપ ઉપર સ્પેશ્યાલિસ્ટની સેવાઓ પણ લઇ શકાશે. જેમાં ડેન્ટલ, ડર્મોટોલોજીસ્ટ, ઇએનટી, જનરલ મેડીસીન, જનરલ સર્જરી, ઓપ્થેમેલોજી, ઓર્થેાપેડિક્સ, પિડીયાટ્રીકસ, સાઇ્કિયાટ્રીકસ વગેરેની સેવાઓનો લાભ નિ:શુલ્ક મેળવી શકાશે.