દાહોદ જિલ્લાની ૪ વિધાનસભા પૈકી દાહોદ વિધાનસભા બેઠક પર મોવડી મંડળે ફરીથી એક વખત કનૈયાલાલ કિશોરી પર વિશ્વાસ મૂક્યો છે. ગત ચૂંટણીમાં 15303 મત થી હારી ગયા હતા, તેમ છતાં પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂકી તેમને ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે દાહોદમાં ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ડો.દિનેશ મુનીયાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે દેખવાનું એ રહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર તરીકે કનૈયાલાલ કિશોરી સામે કોને ઉતારશે.
૧૩૨, દાહોદ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના કનૈયાલાલ કિશોરીનું નામ જાહેર કરવામાં આવ્યું
RELATED ARTICLES