KEYUR PARMAR – DAHOD
તારીખ ૨૬મી જાન્યુઆરી ના રોજ આશરે સાંજના ૦૭:૦૦ કલાકે દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સ્વામિ વિવેકાનંદના બાવલા આગળ ભારત દેશને આઝાદી અપાવનાર દેશ ના શહીદોની યાદમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ અને જોઇન ધ રિવોલ્યુશન ગૃપના સભ્યો દ્વારા “એક શામ શહીદો કે નામ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબ, PSI ડામોર સાહેબ, નગર પાલિકા કાઉન્સિલરો, દાહોદ શહેરના અગ્રણીઓ, આ કાર્યકરમના સ્પોન્સર હોન્ડા મોટરસાઇકલ શો રૂમના માલિક રાહુલભાઈ તલાટી તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં જોઇન ધ રિવોલ્યુશન ગૃપના સંયોજક મિહિર મછાર અને સહ-સંયોજક અંકુર રોકડિયાએ ખૂબ મહેનત કરી હતી.