THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદમાં આજે તા.૨૧/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ સાંજના ૫:૪૫ કલાકની આસપાસ દેસાઈવાડ શ્રી ગોવર્ધનનાથજી હવેલી રોડ પાસે, ચાર રસ્તા પર બાઈક ટક્કરના મામલે એક યુવકે બીજા યુવક સાથે ગાળાગાળી કરી ચાકૂના ઘા મારી નાસી છૂટયો હતો.
દાહોદમાં ભર બજારે બની મર્ડરની ઘટના. દાહોદના એમ.જી.રોડ ઉપર બની મર્ડર ની ઘટના. બાઈકને ટક્કર મારવાની ઘટનાને લઈને બાઈક ચાલક ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો. લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા, ઘાયલ વ્હોરા સમાજનો યુવક 30 મિનિટ સુધી તડપતો રહ્યો પણ કોઈએ હોસ્પિટલ મોકલવાની તજવીજ ના કરી લોકો મૂંગા મોઢે દેખતા જ રહ્યા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ યુનુસ અકબરભાઈ કતવરાવાળા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તે યુવકને અતિ ગંભિર હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં લઈ જતા યુવકનું મોત નિપજ્યું. પરિવારમાં શોકનું મોજુ ફરિ વળ્યું. દાહોદમાં આ ઘટનાથી લોકોમાં એક માત્ર ચર્ચા કે શું હત્યા કરવા વાળો યુવક પોતાની સાથે ચાકુ લઈને ફરતો હતો ? તો તે શું કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તો સંડોવાયેલો તો નથી ? આ હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.