Friday, November 22, 2024
Google search engine
HomeBig Breaking🅱️ig 🅱️reaking: દાહોદ શહેરના બહુચર્ચિત એવા મિલાપ શાહની ઘાતકી હત્યાનો ભેદ ગણતરીના...

🅱️ig 🅱️reaking: દાહોદ શહેરના બહુચર્ચિત એવા મિલાપ શાહની ઘાતકી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

પરિવારના સભ્ય ની બર્થડે સેલિબ્રેશન કરવા આવેલા મિલાપ જોડે મિત્રતા કેળવી સૂરજ તેમજ તેના બે મિત્રોએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો.

જે ત્રણ પૈકી મદન થાપાનું રેલ અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેથી પોલીસે હત્યામાં સીધી સંડોવણીમાં 2 આરોપીને  તથા શકના આધારે અન્ય બે આરોપી હત્યાંમાં સામેલ 4 ને રાઉન્ડ અપ કર્યા.

દાહોદ SP ડૉ. રાજદિપસિંહ ઝાલાની સૂચનાથી દાહોદ A ડિવિઝનના P.I. ડી. ડી.પઢિયાર અને ટીમ, LCB P.I. આઇ ડિંડોર, બે P.S.I. અને ટીમ અને ઓવરઓલ સુપરવિઝન Dy.SP વિશાખા જૈન દ્વારા કરી અને કલ્લકોમાં ઘાતકી હત્યા કેસનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસે વલસાડ, સુરત, પાલઘર, તેમજ મુંબઈ પોલીસની મદદથી ચારેય આરોપીઓને મુંબઈથી દબોચ્યાં. 

દાહોદ શહેરનો બહુચર્ચિત એવા મિલાપ શાહના ઘાતકી મર્ડર કેસમાં દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હા પરથી ભેદ ઉકેલી કાઢતા આ હત્યાને અંજામ આપનાર કુલ ત્રણ ઈસમોની સંડોવણી બહાર આવી છે. જેમાં ત્રણ ઈસમો પૈકી પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. જ્યારે અન્ય એક ઈસમનું સુરત પાલઘર વચ્ચે ટ્રેન અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્યારે આ મર્ડરને હત્યારાઓએ લુંટના ઈરાદે મિલાપ શાહને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં શહેર સહિત જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ શહેરના દેસાઈવાડ ખાતે સુમેરૂ એપાર્ટમેન્ટમાં રહેતા મિલાપ શાહ ૨૫મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના સમયે ગુમ થયો હતો અને તારીખ ૨૭મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ શહેરના દેસાઈવાડ ની રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ, દેસાઈ સાયકલ સ્ટોરની સામે શ્રીરામ ગલી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી મિલાપ શાહનો લોહીથી લથપથ અને શરીરે તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકેલ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ A ડિવિઝનના P.I. ડી. ડી.પઢિયાર અને ટીમ, LCB P.I. આઇ ડિંડોર, બે P.S.I. અને ટીમ અને ઓવરઓલ સુપરવિઝન Dy.SP વિશાખા જૈન દ્વારા  હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં, જિલ્લા બહાર તેમજ અન્ય રાજ્યોમાં તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો ત્યારે દાહોદ LCB પોલીસ દ્વારા આ ગુન્હા પરથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. દાહોદ LCB પોલીસ દ્વારા ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી SOG પેરોલ ફ્લો સ્કોર્ડને, દાહોદ એ ડિવીજન પોલીસને સાથે રાખી લોકલ સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ સોર્સ તેમજ હ્મુમન ઈન્ટેલીજન્સની મદદથી હત્યારાઓની ઓળખ પ્રસ્થાપિત કરી હતી અને તેઓને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા હતાં અને હત્યારાઓ સીસીટીવી કેમેરામાં જણાઈ આવ્યાં હતાં. હત્યારાઓની ઓળખ કરતા તેઓ દાહોદની એક હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતાં હોય જેથી તેઓના પુરા નામ સરનામા તેમજ આઈડી કાર્ડની માહિતી મેળવી તપાસ કરતાં મૃતક મિલાપ શાહ એકાદ અઠવાડીયા પહેલા પરીવાર સાથે બર્થ ડે પાર્ટી કરવા એક હોટલમાં આવ્યાં હતાં અને તે દરમ્યાન હત્યારાઓ સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ એકબીજાના મોબાઈલ નંબર આપી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. આ બાદ પોલીસે સ્થાનીક દુકાનોમાં પુછપરછનો ધમધમાટ આરંભ કરતાં હત્યારાઓએ ચપ્પુ ખરીદ્યુ હતું તે દુકાને જઈ હત્યારાઓના ફોટા બતાવતાં દુકાનદારે હત્યારાઓને ઓળખી બતાવ્યાં હતાં અને ત્યાર બાદ પોલીસે તપાસનો દૌર આગળ આરંભી અલગ અલગ ટીમો બનાવી મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે આરોપીઓને ઝડપી પાડવા માટે રવાના થઈ હતી અને મહારાષ્ટ્ર ખાતેથી સુરજ રમેશસિંહ દાનસિંહ કેશી (રહે. નેપાળ), રણજીત રવિન્દ્રનાથ પોલ રહે. મુંબઈ (મહારાષ્ટ્ર) અને અન્ય બે શકમંદોને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હત્યાની ઘટનામાં સામેલ મદન થાપાનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ નીપજવા પામ્યું છે.પોલીસ તેની મોત પણ અકસ્માત છે કે હત્યા તે દિશામાં આગળ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments