PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેન પટેલની હત્યાનો મુખ્ય આરોપી ઇમરાન ગફાર ગુડાલા
ઉર્ફે ઈમુ ને ATS ની ટીમે હરિયાણાથી ઝડપી પાડ્યો છે.
ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ATS અને ક્રાઈમ બ્રાન્ચ સાથે ઊંચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ATS ના હિમાંશુ શુક્લા, આઈ.જી. એમ.એસ ભરાડા અને દાહોદ એસ.પી હિતેશ જોઇસર પણ ઉપસ્થિત હતા અને પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે હિરેન પટેલના પુત્ર સાથે વાત કરી તમામ આરોપીને ગમે ત્યાં સંતાઈ ગયેલ હોય તો પણ તેને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને આજે આ ઇમું ગુડાલા ઝાડપતા ફરી એક વખત આ હત્યાનો એક વધુ આરોપી ઝડપાયો છે.
હવે આ આરોપી ઝડપાયા બાદ હત્યાનું મુખ્ય કારણ બહાર આવે તેવી શક્યતાઓ લોકોમાં સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહી છે