THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
કોરોનાના નવા વેરિયન્ટ સામે દાહોદ જીલ્લો તમામ આરોગ્ય સુવિધાઓ સાથે સુસજ્જ છે. ત્યારે જિલ્લા કલેક્ટર ડૉ હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતીમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે દાહોદ સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કોરોના સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ કરવા તેમજ અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISEજેમાં આઈ.એમ.એ. પ્રમુખ, ઝાયડસ હૉસ્પિટલ સબ ડીસ્ટ્રીકટ, CHC હૉસ્પિટલ ના અધિક્ષક અને તાલુકા હેલ્થ ઓફિસરને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કોરોના સામે લોકોએ ગભરાયા વિના માસ્ક સહિતની સાવચેતીઓ અવશ્ય રાખવા જણાવ્યું હતું.