ગોધરા – દાહોદ હાઇવે ઉપર ભથવાડા ટોલનાકા પાસે ગેસ ટેન્કર ડિવાઈડર સાથે અથડાયું. ગોધરાથી દાહોદ તરફ આવતા ડિવાઈડર સાથે અથડાતા ટેન્કરમાં થયું લીકેજ. લીકેજના કારણે ગેસ ગળતર થતા ટોલનાકા પાસે થઈ નાસભાગ. નાસભાગ થતા અફરતાફરીનો માહોલ ખડો થયો. ભથવાડા ટોલનાકાના અધિકારીએ ટોલ અને આજુબાજુના વિસ્તારને ખાલી કરાવ્યો.
દાહોદ થી ઇન્દોર એક્સપ્રેસ હાઈવે થયો બંધ. ઇન્દોર તરફથી આવતો તમામ ટ્રાફિક બરોડા અને અમદાવાદ જવા વાયા દેવગઢ બારીયા ડાઈવર્ટ કરાયો. મોરવા અને દેવગઢ બારીયા પોલીસે સ્થિતિ સંભાળી. કોઈપણ પ્રકારની જાનહાની કે નુકશાન નથી. આ ઘટના બનવાના કલાક પછી પણ ઘટના સ્થળે ગેસ કંપનીના કોઈ પણ અધિકારી હાજર ન હતા. લીમખેડા – દેવગઢ બારીયા રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થતા લોકોને તહેવાર દિવસે ભારે હાલાકીનો સમનો કરવો પડ્યો.