THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદની ઝાલોદ 130 વિધાનસભા સાઈટ ઉપર નામ જાહેર. મહેશભાઈ ભુરીયાને ટીકીટ મળતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગત વિધાનસભા – 2017 માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. તેમ છતાં પાર્ટીએ તેમને રિપિટ કર્યા છે.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION
ઝાલોદમાં તેમની આગેવાનીમાં જ ભાજપ હાલ APMC ઉપર જીતી ગયું હતું અને તેઓ APMC ના હાલ ચેરમેન છે. આ વખતે લીમડી – ઝાલોદના સમર્થકોએ પણ તેમના સમર્થન ઉપર મોહર મારી હતી, એટલે તમામ સમીકરણ જોતા અને કોંગ્રેસના ગત વખતના ઉમેદવાર બે દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયા છે, જે તેમના માટે આજે સૌથી મજબૂત પાસુ છે. જે તેમને જીત અપાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.