EDITORIAL DESK –– DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દેસાઈવાડા વિસ્તારના સુમેરૂ એપાર્ટમેન્ટ પાંચમો માળ પર રહેતા મિલાપ કુશભાઈ શાહ કે જેઓ બગસરાનાં દાગીના નો વેપાર ધંધો કરે છે. ગત તા.૨૫/૧૦/૨૦૨૩ નાં રોજ પોતાના પરિવાર જોડે જામી પરવારીને બેઠા હતા ત્યારબાદ મિલાપ કુશ શાહ પોતાના પિતાને હું થોડીવારમાં આવું છું કહી ઘરની બહાર ગયા હતા પરંતુ રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી પરત ના આવતા પોતાનો પુત્ર રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી પરત નાં આવતા મિલાપ કુશ શાહની પત્ની અંકિતાબેનનાઓએ તેમના મો. ન ૯૯૦૯૩૬૮૪૭૮ થી પોતાના પતિ મિલાપના મો નં.૯૯૭૯૬૬૮૯૬૯ ઉપર સંપર્ક કરતા ફોન ચાલુ આવતો હતો પણ ફોન રીસીવ કરેલ નથી અને તા.૨૬/૧૦/૨૦૨૩ ના સવારના ૧૧:૦૦ કલાક સુધી સુધી ફોન ચાલુ આવતો હતો અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયેલ હતો. જેથી આ બાબતે મિલપના પિતા અને પત્નીએ તેના મિત્ર સર્કલ તથા સગા સંબંધી તથા આજુબાજુમા ઘણી તપાસ કરી કરાવતા તેની કોઇ ભાળ મળેલ નહિ પોતાનો દિકરો મિલાપ ગુમ થવા બાબતે આજ દિન સુધી ઘણી બધી શોધખોળ કરતા મળી ન આવતા આજે તા.૨૬/૧૦/૨૦૨૩ ને ગુરુવારના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન “A” ડિવિઝન મથકે ફરિયાદ કરવામાં આવેલ છે.
મિલાપ કુશ શાહ જ્યારે પોતાના ઘરે થી નીકળ્યા ત્યારે તેઓએ મરૂન કલરનુ ટી શર્ટ તથા બ્લુ કલરનો ચડ્ડો પહેરેલ છે તથા ગળામા સોનાની ચેઇન તથા હાથે વીટી તથા સોનાની પોચી પહેરેલ છે.તે શરીરે ઘઉં વર્ણનો મજબુત બાંધાનો તથા ૫.૯ ફૂટની ઉંચાઇનો છે તથા તે ગુજરાતી હિંદી અંગ્રેજી ભાષા જાણે છે તો જે કોઈને પણ આ વ્યક્તિની જાણ ખબર મળે કે તરત અંકિતાબેન મિલાપ શાહ મો. નંબર – ૯૯૦૯૩૬૮૪૭૮ ઉપર અથવા ટાઉન પોલીસ સ્ટેશન “A” ડિવિઝન નો સંપર્ક કરવો.