THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
દાહોદ જિલ્લામાં લેફ્ટ આઉટ બેનીફિસરીઝમાં બાકી રહેલા શૌચાલયના બાંધકામના કોન્ટ્રાક્ટર પાસે ચેક આપી ₹. ૧૫,૦૦૦/- ની લાંચ લેતા બોરખેડાના સરપંચ અને તેના મળતીયાને રંગે હાથ ACB એ ઝડપી પાડ્યા.
ફરીયાદીના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત LOB (લેફ્ટ આઉટ બેનીફીશરીઝ) કુટુંબ માટે વ્યકિતગત શૌચાલયનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત સાથે થયેલ MOU (એમ.ઓ.યુ.) મુજબ કુલ ૧૦૦ શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ, બોરખેડાએ કરવાનું હતું. આ મંડળના પ્રમુખ તરીકે ફરિયાદીના પત્ની તથા મંડળના મંત્રી તરીકે શાન્તિબેન કામ કરે છે. તાલુકા પંચાયત કચેરી, દાહોદ તરફથી મળેલ વર્કઓર્ડર મુજબ પ્રથમ ૧૦ શૌચાલયો ફરીયાદીએ તૈયાર કરેલ. જેનો ચેક ₹.૧,૨૦,૦૦૦/- તા.૨૪/૧૨/૨૦૧૯ ને મંગળવારના રોજ શિવાની સખી મંડળને મળી ગયેલ. જે કામ પેટે આરોપી નંબર (૧) શંકરભાઇ વિરસીંગભાઇ માવી, સરપંચ, બોરખેડા ગ્રામ પંચાયતનાઓએ આ કામના ફરીયાદી પાસે થી ₹. ૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે લાંચ આ કામના ફરીયાદી આપવા માંગતા ન હોઈ ACB (એ.સી.બી.) દાહોદ ખાતે ફરીયાદ કરતા આજે તા.૨૮/૦૧/૨૦૨૦ ને મંગળવારના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર (૨) નાઓએ આરોપી નંબર (૧) વતી ફરીયાદી સાથે વાતચીત કરી ફરીયાદી પાસે ₹.૧૫,૦૦૦/- ની લાંચ માંગી સ્વીાકારતા આરોપી નંબર (૨) ને ACB પી.આઈ એ દાહોદ હનુમાન બજાર,
સેન્ટ્રલ બેંકની સામે જાહેરમાં રોડ ઉપર પી.કે. અસોડા એ પકડી પાડી કાર્યવાહી કરી હતી.