THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ અને તેની આજુ બાજુના ગામડા વિસ્તારોમાં લોક ડાઉનના પગલે સખ્તાઈ કરવા છતાં અમુક લોકો રખડવા નીકળી પડતા હતા. જેના પગલે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ કામ વગર ફરતા આવા ઇસમોને જેર કરવા માટે એક જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામા મુજબ ફક્ત માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હિલર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન ચલાવી શકાશે નહી. તેને લઇને બહાર નીકળી શકાશે નહી. જ્યારે, દ્વિચર્કી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકાશે. એટલે કે, દ્વિચક્રી વાહન ચાલક પોતાની પાછળ કોઇ સવારીને બેસાડી શકશે નહી. ફક્ત સરકારી ફરજ ઉપર રહેલા વાહનોને જ આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો કડક પણે પોલીસ દ્વારા અમલ કરાવવા માટે દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા અને ટાઉન P. I. વસંત પટેલ જાતે અમલવારી કરાવતા જોવાયા હતા. તેઓએ દાહોદના તમામ વિસ્તાર જેવાકે ગાંધી ચોક, પડાવ, ગરબાડા ચોકડી, ઇન્દોર હાઇવે, સ્ટેશન રોડ અને નાકાઓ ઉપર જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કેસ કરી દંડ ફટકાર્યો હતો. જેનાથી આવા રાખડતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.