દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે પ્રાથમિક શિક્ષકના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હોળીના તહેવારને લઇ જથ્થો સંગ્રહ કરી રાખી તેને જમીનમાં દાટી દેવાયો હોવાનું PSI એસ.એન.બારીયાને માહિતી મળી હતી. તે અનુસંધાને તપાસ કરતા સુખસર પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે પ્રાથમિક શિક્ષક દારૂનો વેપલો કરતો હોવાનું તેમજ હોળીનો તહેવારને લઇ મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે સુખસર પોલીસે રહેણાક મકાનમાંથી બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અને શિક્ષકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
🅱️reaking : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે પ્રાથમિક શિક્ષકના ઘરેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
RELATED ARTICLES