PRAVIN PARMAR –– DAHOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદથી અંદાજે સાતેક કિલોમીટર દૂર બોરડી રેલ્વે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનના એક ગેસ ટેન્કર માંથી ગેસ રિસાવ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસ અને ફાયરને કરાઈ જાણ. બોરડી સ્ટેશનથી એક કિલોમીટર જેટલા અંતરે બની ઘટના.
આજુબાજુના ગામના લોકોને ગેસ અને ચૂલા સળગાવવાની ફરમાવાઈ મનાઈ. ગુડસ ટ્રેનમાંથી રેલ્વે અને ફાયર અને સેફ્ટી ની ટીમે ગેસ ગળતર વાળા ટેન્કરને કર્યો અલગ. સદ્દનસીબે કોઈ જાનહાની નથી થઈ. ગેસ ગળતર હજી પણ થઈ રહ્યું છે, તેનું નિરાકરણ કરવા ટીમ કામે લાગી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ બોરડી ગામ રેલ્વે સ્ટેશનના બે કિલોમીટર પહેલા એક ફાટક આવે છે તેના ગેટ મેને જોયું કે એક ગુડ્સ ટ્રેન પસાર થઈ તેના એક ટેન્કર માંથી ધુમાડા જેવું નીકળતું દેખાતું હતું, ત્યારે તેને સેન્ટિગ વાળાને જાણ કરતા સેન્ટિગ વાળાએ સ્ટેશન માસ્તર અને ઉચ્ચ અધિકારીને વાત કરતા આ ટ્રેન ને બોરડી રેલ્વે સ્ટેશન પહેલા રોકવામાં આવી. જેથી મોટી દુર્ઘટના થતાં બચી હતી.