દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ દૂરની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
દાહોદમાં કેટલાક દિવસ અગાઉ સરકારી અધિકારીઓ દ્વારા રસ્તા ઉપર દબાણોની માપણી થઈ હતી.
માપણી થયા પછી રસ્તામાં આવતા બધા દબાણો ઉપર કરાયું હતું સરેઆમ માર્કિંગ.
માર્કિંગ કર્યા પછી દુકાનદારોને અને દબાણકર્તાઓને દબાણો દૂર કરવા આપી હતી નોટિસ.
દાહોદના મુખ્ય પ્રવેશ દ્વાર ગોધરા રોડ તરફથી સ્માર્ટ રોડ બનવાની થઈ ગઈ છે શરૂઆત.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવા માટે આજે વહેલી સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાહોદ SDM, ASP, PI , PSI તેમજ પોલીસનો મોટો કાફલો તથા ફાયર અને નગર પાલિકાની ટીમ પહેલા પહોંચી તળાવ ઉપરના દબાણો પહેલા તોડ્યા હતા અને ત્યાર બાદ દાહોદના ગોધરા રોડ પર આવેલ ભરવાડ લોકોના ઘર આગળના દબાણો દૂર કરાયા હતા. મોટી સંખ્યામાં પોલીસ બળ હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ હજી સુધી બન્યો નથી. તે એક દાહોદ શહેર માટે સારી બાબત છે.