THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકે દાહોદ LCB અને દેવગઢબારીયા પોલીસની મદદથી 2 મોટી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપી લીધા.ગત વર્ષે ગુજરાતમાં સુરત શહેર તથા પુર્વકચ્છ, ગાંધીધામ જીલ્લાના અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા. ગાંધીનગરનાઓની મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરાયેલ સુચના અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની માર્ગદર્શનથી પોલીસ અધિક્ષક હીતેશ જોયસર તથા I/C પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડો.કાનન દેસાઇ લીમખેડા વિભાગનાઓને બાતમી મળેલ કે, દાહોદ જીલ્લાના જેસાવાડા વિસ્તારના વડવા ગામના નિશાળ ફળીયાનો વાઘજી કીકા ભાભોર તથા તળાવ ફળીયાનો હીમસીંગ નબળા માવી એમ બંને જણા વડવાથી એક સફેદ કલરનું નંબર વગરનું TVS અપાચે મોટર સાયકલ લઇને ધાનપુર થઇને દેવગઢ બારીયા બાજુ આવવા નીકળેલ છે અને આ બંને જણાએ સુરત બાજુ ચોરી કરેલ છે તેના પૈસા પણ તેમની પાસે લઇને દેવગઢ બારીયા ટાઉનમાં સાગનું લાકડું ખરીદ કરવા નીકળેલ છે જેમાં હીમસીંગે કાળા કલરનું જેકેટ પહેરેલ છે અને વાઘજીએ લીલા કલરનું શર્ટ તથા પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકીકત આધારે બનાવેલ ડીટેકશન ટીમના પો. સબ ઇન્સ. એ. એન. પરમાર તથા અ.હે.કો. કિરીટભાઇ ભેમાભાઇ તથા અ.હે.કો. રણજીતસિંહ ફતેસિંહ તથા અ.હે.કો. કિરણભાઇ ખાતુભાઇ તથા દેવગઢ બારીયાના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે. ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેકટર LCB એચ.પી. કરેણ તથા દાહોદ LCB ટીમના ASI સોમાભાઇ રત્નાભાઇ તથા અ.હે.કો. કરણભાઇ બચુભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ ગલુભાઇના સાથે ધાનપુર ચોકડી ઉપર હકીકતવાળી મોટરસાયકલની વોચમાં ઉભા હતા અને તે મોટરસાયકલ આવતાં તેને સ્થળ ઉપર પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ઝડપી પાડી હતી અને તેઓની પોલીસ સ્ટેશને લઇ જઈ સઘન પુછપરછ કરતાં તેઓએ તથા તેમના સાગરીતોએ મળીને સુરત શહેર તેમજ પુર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લા ખાતે ઘરફોડ ચોરીની કબુલાત કરેલ હતી.
(૧) સુરત શહેર ખટોદરા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૦૦૦૨૯ ઇ.પી.કો. કલમ. ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબનો ભગવાન મહાવીર સંસ્થાની કોલેજમાં ₹.૫૦,૦૦,૦૦૦/- રોકડનો ચકચારી ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો અને બીજી (૨) પુર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લાના અંજાર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪ મુજબ પકડાયેલ આરોપીઓ : (૧) હીમસીંગભાઇ નબળાભાઇ જાતે. માવી ઉ.વ. ૪૦ રહે. વડવા તળાવ ફળીયુ, તા.ગરબાડા જી. દાહોદ. (૨) વાઘજીભાઇ કીકાભાઇ જાતે. ભાભોર ઉ.વ. ૩૯ રહે. વડવા નિશાળ ફળીયું તા.ગરબાડા જી. દાહોદ.
રીકવર કરેલ મુદામાલ – (૧) ભારતીય ચલણીના રોકડ રકમ ₹.૨,૩૫,૦૦૦/- મળી આવેલ ( ૨ ) એક સફેદ કલરની TVS કંપનીની અપાચે મોટર સાયકલ આગળ પાછળ નંબર વગરની કિંમત રકમ ₹. ૧,૧૭,૯૦૦ / આમ નાયબ પોલીસ અધિક્ષક કાનન દેસાઇ લીમખેડા વિભાગનાઓની ડીટેકશન ટીમને અનડીટેકટ ઘરફોડ ચોરીના ૨ (બે) ગુનાઓ શોધી કાઢી સફળતા મેળવી હતી.