દાહોદ જિલ્લાની 129 – ફતેપુરા વિધાનસભા ની બેઠક માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાને ફરી રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે સંજેલી તાલુકામાં તેમની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. સંજેલી તાલુકાના નેનકી, જસુણી, ડુંગરા, માંડલી, પીછોડા, ચમારીયા, ટીશા ના મુવાડા વિગેરે ગામમાં ચૂંટણી પ્રચાર માટે ફરી રહેલા રમેશભાઈ કટારાને સારો આવકાર પણ મળી રહ્યો છે.
સંજેલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા પીનેશભાઈ ગમનભાઈ ચારેલ પોતાની દાવેદારી કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ છેલ્લી ઘડીએ તેઓનું પતું કાપી નાખતા તા.૨૦/૧૧/૨૦૨૨ ને રવિવારે ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા અને ભાજપ કાર્યકરોની હાજરીમાં સંજેલી ભાણપુર ફાટક પાસે એક જંગી જાહેર સભામાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જયારે કોંગ્રેસના યુવાનો પણ ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. સંજેલી ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને ભાજપ કાર્યકરોની હાજરીમાં સંજેલી ના આપ પાર્ટીના પીનેશભાઈ ચારેલ, પરમાર વિજયભાઈ, .મોડાસીયા ઇરશાદ, કરીમભાઈ, ચારેલ અર્જુનભાઈ અને કોંગ્રેસ ના તાલુકા મહામંત્રી જયેશભાઇ ધોકા, ચેરમેન વર્ધમાન બેન્ક સંજેલી તેમજ તેમના સાથે 100.જેટલા યુવાનો કોંગ્રેસ અને આપ પાર્ટી સાથે છેંડો ફાડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો.