Monday, July 13, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ અને સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ...

દાહોદ જિલ્લાના આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ અને સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે યોજાઈ બેઠક

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે ચૂંટણી યોજાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારીઓને જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે સહયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સરહદી વિસ્તારોમાં શાંતિ બની રહે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. જેમાં નામચીન આરોપીઓને ઝડપવા, હથિયારના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા સહિતની બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારીઓએ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય એ માટે સહયોગ આપવા માટે સહમતી દર્શાવી હતી.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 page not found 1