Thursday, November 21, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : સમગ્ર ગુજરાતમાં દાહોદમાં નોંધાયો પ્રથમ કેસ : CM રૂપાણી દ્વારા...

🅱️reaking : સમગ્ર ગુજરાતમાં દાહોદમાં નોંધાયો પ્રથમ કેસ : CM રૂપાણી દ્વારા જાહેર કરાયેલ નવા નિયમ મુજબ માસ્ક ન પહેરવા બદલ ₹. ૧૦૦૦/- નો દંડ ફાટકારાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી દ્વારા જાહેર કરાયેલા નવા નિયમને અમલમાં લઇ દાહોદ પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા ઇસમ પાસેથી ₹. ૧૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો.

સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે CM વિજય રૂપાણી દ્વારા કોરોના મહામારીને કારણે જાહેર કરાયેલા નવા નિયમ મુજબ જે વ્યક્તિ માસ્ક વગર ફરશે તેને ₹. ૧૦૦૦/- દંડ ભોગવવાનો રહેશે તે અનુંસંધાને દાહોદ ટાઉન P. I. વસંત પટેલના નેતૃત્વમાં રામભાઈ બારીયા દ્વારા સ્ટાફને સાથે રાખીને આજે તા.૧૧/૦૮/૨૦૨૦ ને મંગળવારના રોજ રાત્રી બજાર પાસે વહેલી સવારમાં ચેકીંગમાં ઉભા હતા ત્યારે માસ્ક વગર ફરતા એક ઇસમને ₹.૧૦૦૦/- નો દંડ ફરકરતા સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ કેસ નોંધાયો હતો.

જો તમને આ દંડથી બચવું હોય તો દાહોદની દરેક વ્યક્તિને NewsTok24 વતી જાહેર અપીલ કરવામાં આવે છે કે બજારમાં કે અન્ય જગ્યાએ માસ્ક વગર ન ફરવાની ભુલ થી પણ ભૂલ ન કરતા, નહીં તો “મુહ દિખાઈ” માટે થઈ જશે ₹. ૧૦૦૦/- દંડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments