દાહોદ બ્રેકીંગ : દાહોદ શહેરના બે ભાગને જોડતા અંડર બ્રિજમાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદના પગલે અંડર બ્રિજ થયો બંધ. પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બંધ જો કે કેટલાક વાહન ચાલકો જીવ ના જોખમે વાહનને પાણી માંથી બહાર કાઢે છે. આજ રોજ દાહોદ શહેરમાં મેઘ મહેર યથાવત, સવાર ના ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં જ ૪ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા અને હાલ પણ અવિરત વરસાદ ચાલુ છે.
ભારે વરસાદના પગલે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાન થયું ધરાસાઈ. કસ્બા વિસ્તારમાં વરસાદના પગલે મકાન ધરાસાઈ થતાં દોડધામ, જો કે કોઈ જાન હાની નહીં.વધુમાં દાહોદ શહેરમાં અવિરત વરસાદ વરસવાના પગલે ભીલવાડા વિસ્તાર થયો પાણીમાં ગરકાવ, છાબ તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી ભીલવાડા વિસ્તારમાં ભરાયા પાણી લોકોના ઘરોમાં ઘુસી જતાં લોકોને ભારે હાલાકી નગર પાલિકાના પ્રમુખે લીધી ભીલવાડા વિસ્તારની મુલાકાત.
જ્યારે ભારે વરસાદના પગલે ફકરી સોસાયટીમાં પાણી ભરાયા, પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિ સમીક્ષા કરતા જીલ્લા કલેકટર. કલેકટરની સાથે એસડીએમ તેમજ નગરપાલિકાના અધિકારીઓ પણ હાજર. વરસાદી પાણી ઉતર્યા બાદ તાત્કાલિક ધોરણે જે તે વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની સૂચના આપતા કલેકટર. વધુમાં કલેકટર વિજય ખરાડી દ્વારા સૌને એલર્ટ કરતા જણાવવામાં આવ્યું કે હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જે સંદર્ભે તા.૧૩ સપ્ટેમ્બરના સાંજના ૦૬:૦૦ વાગ્યાથી તા.૧૪ સપ્ટેમ્બર સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આપ સૌ નાગરિકોને જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર વતી તેઓએ અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારનું જોખમ લઈને બહાર જવાનું ટાળવું. કોઝવે કે રસ્તા ઉપર પાણી વધારે ભરાયા હોય તો ત્યાં પણ જવાનું ટાળવું. જિલ્લામાં MDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. કોઇ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર ૦૨૬૭૩ ૨૩૯૨૭૭ અને ૦૨૬૭૩ ૨૩૯૧૨૩ પર સંપર્ક કરવા વિનંતી છે તેમ જણાવ્યું હતું
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી રાતથી મેઘ મહેર. સવારના ૦૫:૦૦ વાગ્યા થી જ ભારે વરસાદ શરૂ થતાં દાહોદ ની નિચાણ વાળી સોસાયટીમાં ભરાયા પાણી. સમગ્ર જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ. વરસાદના કારણે અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા, દાહોદના રેલ્વે સ્ટેશનમાં રેલ્વેના પાટા પણ પાણીમાં ગરકાવ થયા અને સવારે શાળા અને નોકરીમાં જવામાં પડી લોકોને ભારે મુશ્કેલીઓ.
અને ઝાલોદના નિચાણ વિસ્તારમાં ભારી વરસાદના પગલે ધરોમા ધુસીયા પાણી. ધરવખરી સહિતની તમામ ચીજ વસ્તુઓ પાણીમા ગરકાવ. રાત્રે બે વાગ્યે થી સતત વરસાદના પગલે તંત્ર નિદ્રાધીન. સ્થાનિકોનો આક્ષેપ, તંત્રના કોઇ પણ અધિકારીઓ આવ્યા નથી.