THIS NEWS POWERED BY : RAHUL HONDA MOTORS
🅱reaking દાહોદ —
દાહોદ દૂધીમતી નદી જે ગોધરા – ઇન્દોર હાઈવે ઉપર આવેલ નસીરપુર ગામે તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ એક યુવક ડૂબ્યો હતો. યુવકની ઉંમર 15 વર્ષની હતી. દાહોદના ગરખાયાનો રહેવાસી હતો. ઘરના ગણેશ વિસર્જન માટે ગયો હતો. દાહોદના ગરખાયાના યુવાનો અને મિત્રો ગયા હતા વિસર્જન માટે. ડૂબી જતા યુવકની લાશની શોધખોળ કર્યા બાદ 30 મિનિટ ઘાંચી વાડાના મુસ્લિમ યુવકોએ દ્વારા પહોંચી યુવક ની શોધખોળ પાણીમાં કરાઈ હતી અને મૃતક ની લાશ બહાર કાઢવામા આવી હતી. પોલીસની અને ફાયર ફાઈટરની ટિમ ઘટના સ્થળે મોડી પહોંચી જેનાથી લોકોમા રોષ જોવા મળ્યો હતો .ડૂબી ગયેલ યુવકની બોડી મળી આવતા મૃતકની બોડીને પી.એમ. માટે દાહોદ પોલીસની અને ફાયર ફાઈટર ની ટિમ ઘટના સ્થળે પહોંચી દાહોદ સિવિલ મોકલવામાં આવી હતી.