દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના જૂના વણકરવાસમાં એક યુવકે ફાયનાન્સ કંપનીના ત્રાસથી કરી આત્મહત્યા. જૂના વણકરવાસના આ 40 વર્ષીય યુવકએ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. અને તેના હપ્તા ભરવા માટે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી તેને વારંવાર ફોન કરી પ્રેસર કરતા હતા. અને ગાળા ગાળી કરી ગર્દન કાપી નાખવાની ધમકી આપતા હતા. આ હકીકત યુવકની આત્મહત્યા પછી તેની લાશને દફન કરી દીધા પછી સાંજે મૃતકના ફોનમાં રેકોર્ડિંગ સાંભળતા ઘરના લોકો ચોકી ઉઠ્યા હતા અને સગા સંબંધી અને આસપાસના લોકોને જાણ કરી પોલીસનેે હકીકત કીધી હતી. લોકોએ પોલીસને આ તમામ રેકોર્ડિંગ સંભળાવી હતી અને દાહોદ ટાઉન પોલીસે મૃતકનો ફોન જમા લઇ દાહોદ મામલતદારની હાજરીમાં મૃતકની દફન કરેલી બોડી બહાર કઢાવી અને લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.
જ્યારે બીજી બાજુ દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલ એ બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીની અટક કરી કાયદેરસરની પૂછપરછ હાથ ધરી જવાબો લઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે મૃતકના પરિવારની સ્પષ્ટ માંગ છે કે મૃતક યુવકને ન્યાય મળવો જ જોઈએ તો જ એની આત્માને શાંતિ મળશે.