દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકામાં ખાતાઓ ફળવાતા અસંતોષ થતા નગર પાલિકાના 4 સભ્યોએ ચેરમેન પદેથી આપ્યા રાજીનામાં.
ચેરમેનશીપ અને ખાતાઓની ફાળવણી બાબતે કાયમી ધોરણે અવગણના થતા રોષ. પોતાના મળતીયાઓને મલાઈદાર ખાતાઓ ફાળવી સિનિયર સભ્યોની અવગણના કરતા સમગ્ર ઘટના બની.
દાહોદ શહેર ભાજપ ઉપપ્રમુખ સત્યેન્દ્રસિંહ સોલંકી એ પણ પાલિકાની ખાતો અને ચેમેનશીપ ને લઈ અસંતોષ વ્યક્ત કરતા જિલ્લા સંગઠનમાંથી આપ્યું રાજીનામુ ત્યારે પાલિકાના જવાબદારોનું સૂચક મૌન સામે આવ્યું હતું અને આ બાબતે કઇ પણ કહેવાનો કર્યો ઇનકાર.
આવનારા સમયમાં ભાજપના સભ્યો પદેથી પણ રાજીનામાં આપે તેવી ભીતિ. પાલિકામાં સ્થિતિ વધુ વણશે એવા એંધાણ નોંધાયા.
પ્રમુખ – ઉપપ્રમુખની વારણી થઈ ત્યારથી અસંતોષ અને અસંતુષ્ટ કાઉન્સિલરોએ બોર્ડમાં કરી બબાલ અને ત્યારબાદ બોર્ડની મિટિંગ પછી પ્રમુખ – ઉપપ્રમુખ સાથે ખાતાની ફાળવણીને લઇ કરી ગાળાગાળી.
મહિલા કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં થયો અભદ્ર ભાષાનો ઉપયોગ ગાળો બોલી ઉગ્ર રજૂઆતો કરી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું મલાઈદાર ખાતા માટે સમગ્ર બબાલ.
દાહોદ પાલિકામાં વધ્યો અસંતોષ નો વ્યાપ – પાલિકા ચેરમેનશીપમાંથી રાજીનામાં આપનાર કાઉનસિલરો :
1.) અરવિંદ ચોપડા
2.) કુણાલ બામાણિયા
3.) પ્રીતિબેન સોલંકી
4.) સલમાબેન આંબવાલા