THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ નગર સેવા સદનને હેમંત ઉત્સવ બજારવાળા માર્ગ ઉપર પોલીસને સાથે રાખી દબાણ હટાવવા માટે આજે તા.૨૩/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે કામગીરી હાથ ધરાતા દબાણવાળાઓ માં સોપો પડી ગયો હતો.
દાહોદ સિવિલ ઝાયડ્સ હોસ્પિટલ જવા માટેનો માર્ગ છે અને તેના ઉપર આવતી જતી એમ્બ્યુલન્સ, 108, સબવાહીની અને ખાનગી ગાડીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી ઓ પડતી હતી અને ત્યાં પેશન્ટને લઇને આવતી જતી રીક્ષા, બાઇકોને સામસામે ક્રોસ થાય તેનાથી ટ્રાફિક જામ થતો હતો અને ઇમરજન્સી પેશન્ટોને મુશ્કેલીઓ પડતી હતી.
તેમજ અગાઉ આ તમામ રહેણાંક અને દુકાનોવાળાને જાણ કરેલ હતી તેમ છતાં આ દબાણ પોતે દૂરના કરતા આ પગલું નગર સેવા સદન દ્વારા લેવામાં આવ્યું છે. આ દબાણની કામગીરીથી ઝાયડ્સ હોસ્પિટલ રોડ ઉપર મહદઅંશે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને દર્દીઓને મુશ્કેલી નહિ પડે.