Wednesday, April 9, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદ પોલીસે બાઇક ચોરીનો મોટો ભેદ ઉકેલ્યો : કુલ 12...

🅱reaking : દાહોદ પોલીસે બાઇક ચોરીનો મોટો ભેદ ઉકેલ્યો : કુલ 12 બાઇકો અને 5 આરોપીઓની કરી અટક, મોજ શોખ પુરા કરવા કરી હતી ચોરીઓ

 

News sponsered  by : Rahul Honda Motors

 

દાહોદ પોલીસે બાઇક ચોરીનો મોટો ભેદ ઉકેલ્યો કુલ 12 બાઇકો અને 5 આરોપીઓ ની કરી અટક મોજ શોખ પુરા કરવા કરી હતી ચોરીઓ.

દાહોદ જિલ્લા રેન્જ આઈ.જી મનોજ શશીધર દ્વારા દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં વાહન ચોરીના ગુના શોધી કાઢી ગુનેગારોને ઝેર કરવા માટે દાહોદ પોલીસ અધિક્ષકને આપેલ સૂચના આધારે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે દાહોદ નાયબ પોલીસ અધિક્ષક અને જેસવાડા PSI પી.એમ. મકવાણા સાથે વ્યુઆત્મક મીટિંગ કરી આ બાઇક ચોરીના ગુનેગારોને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જે આધારે આ બંને અધિકારીઓએ કામગીરી કરતા કુલ 12 બાઇકો કિંમત  (₹.3,50,000/-) ત્રણ લાખ પચાસ હજાર ની સાથે કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દાહોદના જેસવાડા PSI પી.એમ.મકવાણા દ્વારા વાહન ચોરી રોકવા અને ગુનાઓને શોધી કાઢવા માટે ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરતા તેઓને માહિતી મળેલ કે જેસવાડાની આજુ બાજુના જ વિસ્તારમાં ચોરીની બાઇકો છે.

આ માહિતી આધારે PSI મકવાણાએ જેસવાડામાં વાહનો રોકી ચેકીંગ કરી પૂછપરછ શરૂ કરતા તેઓ એ ત્રણ યુવકો ને અલગ અલગ બાઇક સાથે સંતોષ કારક જવાબ ન આપી શકતા અટક કરેલ.

અને અટક કરી તેઓને પોલીસ ભાષા માં પૂછપરછ કરતા તે ત્રણ પૈકી (1) જીગર ભરતસિંગ કટાર ઉ. 19વર્ષ (2) મોંટુ ઉર્ફે સુરાજભાનસિંગ ચંદ્રભણસિંગ કટાર ઉ. 20 વર્ષ  (3) રાહુલ ભગતસિંગ કટારા ઉ.22વર્ષ કુલ 9 મોટરસયકલ જુદી જુદી જગ્યાઓ ઉપરથી ચોરી કરી હોવાનું કાબુલ કરી હતી જેની કુલ કિંમત ₹.2,90,000 થઈ હતી.

આ લોકોની પૂછ પરછ દરમિયાન તેઓ એ તેમના બે સાગરીતો પૈકી (1) નિલેશ ઉર્ફે ગાલી અમારસિંગ ડામોર ઉ.19વર્ષ (2) હિતેશ હરીશ કટારા ઉ.વર્ષ 20 નાઓ ના નામ psi જેસવાડા ને જણાવેલ હતા. જે આધારે જેસાવાડા પોલીસે આ બંને આરોપીઓ ને ઝબ્બે કરીને પૂછપરછ કરતા તેઓ પાસેથી 3 ચોરીની મોટર સાયકલો મળી આવેલ જે મુદ્દામાલ ની કુલ કિંમત ₹60,000 કબ્જે કરેલ છે. આમ કુલ ₹2,90,000+₹60,000 = ₹3,50,000નો મુદ્દામાલમાં 12 બાઇકો અને અન્ય સામાન કબ્જે લઇ

Crpc 41(1)D અને 102 મુજબ ગુનો નોંધી આ 5આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ 5 યુવકો એ પોતાના મોજ શોખ પુરા કરવા માટે આ બાઇકોની ચોરી કરેલ છે. જેથી પોલીસવડાએ આ યુવકો અને તેમના વાલીઓ તેમજ ગામના આગેવાનો ને સાથે રાખી ભવિષ્યમાં આવા કામો માં ના જોતરાય તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments