દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પોલીસ કવટર્સમાં પોતાના ફળવાએલ મકાનમાં એક કોન્સ્ટેબલે ગળે ટૂંપો દઈ કરી આત્મહત્યા. સ્યુસાઇડ પહેલા તમાકુ ખાધી અને સિગારેટો પીધી હતી. આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. ૭ વર્ષથી દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને તેને ફળવાયેલ કવાટર્સમાં રહેતો હતો. કોન્સ્ટેબલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો રહેવાસી છે. દાહોદ પોલીસે પંચકયાસ કરી બોડી પી.એમ. માટે મોકલી આપી. આ ઘટનાથી સમગ્ર દાહોદ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તહેવારના દિવસોમાં પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયુ.