THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ ઉપર ગત તા.૧૪/૦૫/૨૦૨૦ નેે ગુુરૂવારના રોજ સવારમાં અંદાજે ૦૮:૦૦ થી ૦૮:૪૦ કલાકની વચ્ચે ભાજપનો યુવા મોરચાનો મહામંત્રી બાદલ અશોકકુમાર પંચાલ એક અન્ય પરણીતા સાથે ફ્લેટમાં એકલો ઝડપાયો હતો. અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઘટના એક શર્મસાર ઘટના હતી તેને પગલે દાહોદ ગામમાં અને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો અને લોકો હક્કાબક્કા બની ગયા હતા.
————————————————————————————–
દાહોદ ભાજપના પ્રમુખ મનોજભાઈ વ્યાસ દ્વારા અમારા NewsTok24 ના એડિટર ઇન ચીફ નેહલ શાહને મોબાઇલ ફોન પર થયેલ વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદ શહેર પ્રમુખ તરીકે મેં અધિકારીક રીતે કાર્યવાહી કરેલ છે અને બાદલ અશોકભાઈ પંચાલ વિરુદ્ધ ગોદી રોડ ઉપર જે ઘટના બનેલ તે શર્મસાર ઘટનાને પગલે આજે તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારે બાદલ અશોકભાઈ પંચાલ ને ભાજપના પ્રથમીક સભ્ય પદે થી સસ્પેન્ડ કરી તમામ જવાબદારીમાંથી મુક્ત કરેલ છે.
————————————————————————————–