Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદ RTO ચેક પોસ્ટ થી RTO ઓફીસ સુધીનો રસ્તો બન્યો...

🅱reaking : દાહોદ RTO ચેક પોસ્ટ થી RTO ઓફીસ સુધીનો રસ્તો બન્યો છે યમરાજ, શું તંત્ર તારણહાર બનશે ખરું?? આ ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

અમદાવાદ થી ઇન્દોર જતા એક્સપ્રેસ હાઇવેના વચ્ચે દાહોદ RTO ઓફીસ થી RTO ચેકપોસ્ટ સુધીના હાઈવે રોડ ઉપર હિટ એન્ડ રનની અસંખ્ય ઘટના બનવા પામી છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે.

વધુમાં દાહોદ શહેરના રળિયાતી રોડ થી RTO તરફ જે રોડ જાય છે ત્યાંથી અનાજ માર્કેટની જે હેવી ટ્રકો પસાર થાય છે, અને રળિયાતી રોડથી જે માર્ગ આવે છે તે બહાર નીકળે એટલે એક બાજુ RTO ચેક પોસ્ટ બાજુ જવાય છે. બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે તે ટ્રકો રોંગ સાઇડમાં નીકળી જાય છે. RTO ઓફિસના કાંટાની બહાર વજન કરાવવાના લીધે નીકળાય નહીં તેના કારણે ચેકપોસ્ટ પર જે હેવી વાહનો અમદાવાદ તરફ જવાના હોય તે માર્કેટમાંથી નીકળીને આવેલા ભારે વાહનો રોંગ સાઇડથી મિડલ ઓપનિંગ બાજુ જાય છે. જે RTO ઓફિસ અને RTO ચેકપોસ્ટની બરોબર વચ્ચે મિડલ ઓપનિંગ આવેલું છે તે રળિયાતી રોડ બાજુએ થી આવતા રોડ પૂરો થયા પછી રોંગ સાઈડ થી જઈ અને મિડલ ઓપનિંગમાં ભારે વાહનો જાય છે તેના કારણે સામેથી આવતા વાહનો સાથે આ ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. અને નિર્દોશ આવતા જતા લોકો તેનો ભોગ બને છે. આખા વર્ષમાં અસંખ્ય વાર આવા અકસ્માતની ઘટનાઓ બની છે, અને અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે. પરંતુ તંત્ર કે RTO કે સ્ટેટ હાઇવેવાળા કે નેશનલ હાઇવેવાળા કોઈ પણ ધ્યાન રાખતા નથી કે જાગતા નથી. હજી કેટલા લોકોની આ લોકો બલી લેશે ?? કેટલા લોકો હજી મરશે પછી આ તંત્ર જાગશે ?? કદાચ એવું લાગે છે કે તંત્રના લોકોને આ લોકોના મૃત્યુથી ખુશી મળતી હશે. એટલે જ કદાચ આના પર કાર્યવાહી થતી નથી અને મહિનામાં ઓછામાં ઓછા એક કે બે કે વધુ ફેટલ અકસ્માત આ નિષ્કાળજીને કારણે થાય છે. જે રોંગ સાઈડમાંથી હેવી વાહનો પસાર થાય છે. તેના માટે તંત્રએ કોઈ ચોક્કસ અને ઠોસ પગલાં ભરવા જોઈએ.

ઉપર કરેલ ચર્ચાને સાર્થક કરતી ઘટનાના ભાગ રૂપે આજે પણ આ અકસ્માતનો દોર ચાલુ રહ્યો હતો અને આવી ઘટનાઓના સિલસિલો હાલમાં પણ ચાલુ જ રહ્યો છે અને યથાવત રહ્યો છે ત્યારે દાહોદના મુખ્ય મથક દાહોદની RTO ઓફીસ થી થોડા અંતરે થયો એક ગમખ્વાર અકસ્માત. કોઈ અજાણ્યા વાહનની ટકકરે બાઇક ચાલકનું મોત થયું હોવાની ચર્ચા. પોલીસે લાશને પી.એમ. માટે મોકલવાની તજવીજ હાથ ધરી. ઘટના સ્થળ ઉપરથી અકસ્માત કરનાર ગાડી ચાલક ફરાર. દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી. હજી સુધી મૃતક  વ્યક્તિની ઓળખ થઈ નથી.

તંત્રને પ્રચાર પ્રસારના માધ્યમથી અનેકો વખત રજૂઆતો થઈ છે અને આ ફરી વખત રજુઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્રના કાનની જું રેંગતી હોય તેવું જણાતું નથી લોકોના મૃત્યુથી તંત્રને કોઈ ફેર પડતો હોય તેમ જણાતું નથી. તેઓ ફક્ત ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધી મુક બધીરની માફક જોયા જ કરે છે.

 NewsTok24  દ્વારા અકસ્માતની આ ઘટનાઓના સિલસિલાને રોકી નિર્દોષ લોકોને અપમૃત્યુ તરફ ધકેલતા રોકવા માટે અને જ્યાં સુધી આ ઘટનાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી દરેકે દરેક લોકોને સાથે રાખી મુહિમ ચલાવશે અને આમાં દાહોદના લોકોને જોડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments