દાહોદની 133 ગરબાડા વિધાનસભા માટે આજે ગરબાડા જિલ્લા ભાજપ દ્વારા ગરબાડા ભાજપ ના ઉમેદવાર નું નામાંકન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાની ગરબાડા વિધાનસભા બેઠક ઉપરથી આજે 133 – ગરબાડાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરએ નામાંકન કર્યું હતું. તેઓ 2017 માં ગરબાડામાં ઉમેદવાર હતા અને તેઓ 16 હજાર ઉપરાંત મતો થી હતી ગયા હતા, અને આજે વહેલી સવારે ગરબાડામાં જંગી રેલી કાઢી અને સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં એક જંગી સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા પછી જંગી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ વાજતે ગાજતે ગરબાડા SDM કચેરીએ પહોંચી અને નામાંકન કર્યું હતું. ત્યાં નામાંકન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ પચાસ હજાર મતોથી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી.