- દાહોદ જિલ્લા ફરિયાદ અનેસંકલન સમિતિની બેઠક સંપન્ન.
જન હિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોક પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપતા કલેક્ટરે કલેક્ટર કચેરી ખાતે દાહોદ જિલ્લાના તમામ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ સાથેની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકપ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપી હતી. બેઠકના પ્રથમ તબક્કામાં ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા, રમેશભાઇ કટારા દ્વારા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દબાણો, માર્ગોના નવીનીકરણ, સફાઇ કામગીરી, મહેસુલી બાબતો, પાણીને લગતા પ્રશ્નો હતા. જેના સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, નાગરિકોને પડતી તકલીફોને લગતા પ્રશ્નોનું સંબંધિત અધિકારીઓ દ્વારા સત્વરે નિરાકરણ લાવવું જોઇએ. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો મહત્તમ અને યોગ્ય લાભાર્થીને લાભ મળે એ પ્રકાર ની કાર્યશૈલી વિકસાવવા તેમણે સૂચન કર્યું હતું. બેઠકના બીજા તબક્કામાં કલેક્ટરએ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, નિયામક બલાત, જિલ્લા આયોજન અધિકારી ગેલાત, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.