THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જૈન સમુદાયમાં ચોમાસુ બેસતાની પહેલા જે તે સાધુ ભગવંતોના પ્રવેશની જય બોલાવી દેવામાં આવે છે અને તે પ્રમાણે જે સાધુ ભગવંતનું ચોમાસુ જે ગામના જે તે સંઘમાં નક્કી થયા મુજબ સાધુ ભગવંતોનો પ્રવેશ કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજે તા.૦૪/૦૭/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પ.પુ. યુગદિવકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસુરિશ્વર મહારાજ સાહેબના સમુદાયના પ.પૂ. સમાધિમગ્ન વિદુષી સાધ્વી શ્રી કલ્પલતાશ્રીજી મહારાજ સાહેબના સુશિષ્યા કલ્પવર્ષાશ્રીજી અને ભવવર્ષાશ્રીજી આદિ ઠાળા બે નો ભવ્ય પ્રવેશ કાર્યક્રમ દાહોદમાં ભક્તિ ભાવપૂર્વક રંગે ચંગે ઉજવ્યો હતો. આજે વહેલી સવારે દાહોદ સીમંધર જૈન દેરાસર થી પ્રવેશ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતા. આ યાત્રા ત્યાંથી પડાવ થઈ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, નેતાજી બઝાર થઈ દોલતગંજ બઝાર શ્વેતાંબર જૈન ઉપાશ્રય પહોંચી હતી. જ્યાં ભક્તોની હાજરીમાં બન્ને સાધ્વીજી મહારાજ નો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમયસર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને આ પ્રવેશ બાદ સાધ્વીજી મહારાજ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અને તે પૂર્ણ થતાં સમગ્ર સમાજની નવકારસી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.