Sunday, April 6, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાનાં પાટિયાઝોલ ગામે એક મોટર સાઇકલ ચાલકને અજાણ્યા મોટર સાઇકલના ચાલકે...

ગરબાડા તાલુકાનાં પાટિયાઝોલ ગામે એક મોટર સાઇકલ ચાલકને અજાણ્યા મોટર સાઇકલના ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં એકનું મોત

    

Priyank-new-Passport-Pic-258x300(1)

     logo-newstok-272PRIYANK CHAUHAN GARBADA  

ગરબાડા તાલુકાનાં પાટિયાઝોલ ગામે તળાવ પાસે વળાંકમાં એક મોટર સાઇકલને અજાણ્યા મોટર સાઇકલના ચાલકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજેલ છે. જયારે પાછળથી ટક્કર મારનાર અજાણ્યો મોટર સાઇકલ ચાલક તેની મોટર સાઇકલ લઈને ભાગી જવામાં સફળ થયેલ છે. આ બાબતે મરણ જનારના પિતરાઇ ભાઈ સુરેશભાઇ ભગાભાઈ મોહનિયા, રહે.નળવાઇનાએ અજાણ્યા મોટર સાઇકલના ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

        પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, આજ તારીખ.૧૫/૦૭/૨૦૧૬ ના રોજ બપોરના સમયે ગરબાડા તાલુકાના નળવાઈ ગામના રહીશ પ્રકાશભાઈ તેમની પત્ની સંગીતાબેન તથા તેમના બે નાના છોકરાઓને લઈને તેમની મોટર સાઇકલ નં.જીજે.૨૦.પી.૪૯૫૯ ઉપર બેસીને રીંગોલ(M.P) ગામે જતાં હતા તે સમયે પાટિયાઝોલ ગામે વળાંકમાં સામેથી વાહન આવી જતાં પ્રકાશભાઈએ તેમની મોટર સાઇકલ ધીમી પડતાં તેવામાં પાછળથી કોઈ અજાણ્યા મોટર સાઇકલના ચાલકે તેની મોટર સાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રકાશભાઈની મોટર સાઇકલને પાછળથી ટક્કર મારતા પ્રકાશભાઈ તથા તેમની પત્ની તથા બાળકો રોડ ઉપર ફેકાઈ જતાં પ્રકાશભાઈની પત્ની તથા બાળકોને શરીરના ભાગે ઓછીવતી ઇજાઓ થયેલ જ્યારે પ્રકાશભાઈને માથામાં તથા છાતીના ભાગે સખત ઇજાઓ થતા કઈ બોલેલ નહીં જેથી ૧૦૮ મોબાઈલ વાન બોલાવી સરકારી દવાખાને લઈ જતાં ડોક્ટરે તપાસ કરતાં પ્રકાશભાઈનું મરણ થયેલ છે તેમ જણાવેલ.  

        આ અકસ્માત બાબતે અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રકાશભાઈના પિતરાઇ ભાઈ સુરેશભાઇ ભગાભાઈ મોહનિયાએ અજાણ્યા મોટર સાઇકલના ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૮/૧૬ ઇ.પી.કો.કલમ.૨૭૯,૩૦૪અ,૩૩૭,૩૩૮,એમ.વી.એક્ટ.૧૮૪,૧૭૭, ૧૩૪ મુજબ અજાણ્યા મોટર સાઇકલના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments