THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
ફતેપુરાના વાંગડ ગામે પુષ્પાંજલી અપાઈ.
આજે તા.૨૩/૦૬/૨૦૨૧ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે પટેલ ફળિયાની અંદર બુથ નંબર 33 માં ડો. શ્યામાંપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન એટલે કે બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બુથ નંબર 33 માં બુથ સમિતિના સભ્યો અને પ્રમુખ, મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના સભ્ય યોગેશભાઈ પારગી ઉપસ્થિતિ રહ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
આ પ્રસંગે મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એ બુથ સમિતિના સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં ડો. શ્યામાંપ્રસાદ મુખર્જીએ આપેલ યોગદાન, એમને જમ્મુ કાશ્મીર માટે આપેલુ બલિદાન તેમજ વર્તમાન જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની બાબતમાં તેમણે કરેલા કાર્યો તેમજ તેમના જીવન અને કવન વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે વર્તમાન સરકારે 370 અને 35A ની કલમ રદ કરી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. ત્યારબાદ ઉપરથી બુથ સમિતિના સભ્યો ને સાથે રાખી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.